પાલનપુર આસપાસની 32 શાળાઓમાં જીપીએસસીની પરીક્ષા યોજાશે. ગેરરીતિ આચરનારને ઝડપવા પાલનપુર અને વડગામ મામલતદારને જવાબદારી સોંપાઈ છે. સવારે 10થી 1 અને 3થી 6 એમ સામાન્ય અભ્યાસના બે પ્રશ્નપત્રોની પરીક્ષા યોજાશે. આજે રવિવારે જિલ્લાના 32 કેન્દ્ર પર ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક બે તેમજ નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પરીક્ષા યોજાનાર છે જેમાં 89 79 ઉમેદવારો માટે પાલનપુર અને વડગામની 32 સ્કૂલના 375 રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
માધ્યમિક શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " સમગ્ર પરીક્ષા માટે આયોગના 32 પ્રતિનિધિ અને 32 તકેદારી સુપરવાઇઝર નિમવામાં આવ્યા છે. ગેરરિતી આચરનારને ઝડપવા પાલનપુર વડગામ મામલતદારને જવાબદારી સોંપાઈ છે. શનિવારે મોડી સાંજે પ્રશ્નપત્રો આવી જતા સુરક્ષા બંદોબસ્ત સાથે ટ્રેઝરી કચેરીમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રિલિમ પરીક્ષા છે જેમાં પાસ થયા બાદ મેઇન પરીક્ષા યોજાશે જે બાદ ઇન્ટરવ્યૂ પણ થશે આમ ત્રણ લેયરમાં સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.