રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજયપાલે પ્રારંભ કરાવ્યો

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ નેશનલ પ્રોસ્પેરીટીનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકો નૂતન સંશોધનો દ્વારા કૃષિ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ખેડુતો અને સ્વાવલંબી ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકશે ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિથી મુક્તિ મેળવી ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ આજના સમયની આવશ્યકતા છે.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિ અપનાવી એ સમયની માંગ હતી. તે સમયે રાસાયણિક કૃષિ અને હરિત ક્રાંતિના માધ્યમથી ખાદ્યાન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબન મેળવી શક્યો, પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે. આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા જેટલો છે. રાસાયણિક કૃષિના કારણે જળ- જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયાં છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો હોવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકના અંધાધુંધ ઉપયોગથી દૂષિત અનાજ આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે.

આ પ્રસંગે અક્ષય કૃષિ પરિવારના અધ્યક્ષ ર્ડા. ગજાનન ડાંગે જણાવ્યું કે, ભારતીય કૃષિ કરવટ બદલી રહ્યું છે ત્યારે કૃષિ ચિંતનને પુન પ્રભાવિત કરવા અક્ષય કૃષિ પરિવાર કાર્ય છે. તેમણે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર- પ્રસાર કરી તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...