• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Governor Acharya Devvrat Awarded Letters Of Honor To 5 Women In The Natural Agriculture Women's Conference Held At Agricultural University, Dantiwada.

પ્રાકૃતિક ખેતીની વાત:દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 5 મહિલાઓને સન્માન પત્ર આપ્યા

બનાસકાંઠા (પાલનપુર)6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલે મહિલા ખેડૂતોની પ્રકૃતિક કૃષિનું મહત્વ સમજાવી વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું. જે પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહિલા ખેડૂતોની પ્રકૃતિક કૃષિનું મહત્વ સમજાવી વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે અંગે માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.

બનાસકાંઠાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
રાજ્ય સહીત દેશના ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે તેને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છૅ. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તેને લઈ સુભાસ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું.

5 મહિલાઓને સન્માન પત્ર એનાયત
આ પ્રસંગે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને બોલેવાઈ હતી અને કાર્યક્રમમાં આવેલી મહિલા ખેડૂતોને રાજ્ય પાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા. તો જિલ્લામાં સૌથી વધુ પ્રાકૃતિક ખેતી કરનાર 5 મહિલાઓને સન્માન પત્ર એનાયત કરી સન્માન પણ કરાયું હતુ. તો બીજી તરફ આચાર્ય દેવવ્રતજીએ પોતે કરેલી પ્રાકૃતિક ખેતીમાં થયેલા ફાયદાઓ ગણાવી તમામ મહિલાઓને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...