વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બનાસકાંઠા જિલ્લા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વરઓ તથા પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવેલ છે . તેઓનું આગમન બનાસકાંઠા જિલ્લામાં થયું છે. ઓબ્ઝર્વરો જિલ્લાની તમામે તમામ નવ વિધાનસભા મતવિસ્તારની બેઠકો પર સીધી નજર રાખશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એ માટેની જવાબદારી નિભાવે. 18 નવેમ્બરના રોજ તમામ ઓબ્ઝર્વરઓએ જગાણા સ્થિત સ્ટ્રોંગરૂમની મુલાકાત અને સુરક્ષા તથા ચૂંટણીલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીના ભાગરૂપે તમામ નવ વિધાનસભા મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વર પ્રભજોત સીંગ, ઓમ પ્રકાશ વર્મા, રામ કેવલ,ડો. અંશજ સીંગ, જગદીશ પ્રસાદ તેમજ પોલીસ ઓબ્ઝર્વર અપર્ણા કુમારે જગાણા સ્થિત સ્ટ્રોંગ રૂમ અને મતદાન ગણતરી કેન્દ્રની મુલાકાત અને નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે તમામ ઓબ્ઝર્વરઓને તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને ચૂંટણીલક્ષી કામગીરીથી અવગત કર્યા હતા. જિલ્લા ચૂંટણીતંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કરેલી વ્યવસ્થાઓ અને કામગીરીથી તમામ ઓબ્ઝર્વરઓએ સંતોષ વ્યક્ત કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.