કામગીરી:રામપુરામાં 132 દબાણો દૂર કરી ગૌચરની જમીન ખુલ્લી કરાવાઈ

ભીલડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના રામપુરા ગામમાં છેલ્લા દશ દિવસથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં પંચાયત દ્વારા કુલ 132 દબાણો દૂર કરી ગોચરની 175 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ડીસા તાલુકાના રામપુરા ગૌચરમાં મોટા પ્રમાણમાં દબાણો વધી ગયા હતા. જેને લઇ પંચાયત દ્વારા દબાણ ઝૂંબેશ હાથ ધરાઇ હતી. ત્યારે 10 દિવસમાં પંચાયત દ્વારા 132 જેટલા ગૌચરની જમીનના દબાણો દૂર કરી 175 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગે તલાટી કમ મંત્રી કિરીટભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘ગૌચરની 175 વિઘા જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને આ ખુલ્લી કરેલી જમીનને ગામતળમાં નીમ કરી ગામના જરૂિયાતમંદોને રહેઠાણ માટે પ્લોટ માપી આપવામાં આવશે. જે કેટલાક પરિવારોને રહેવા માટે ઘરનું ઘર નથી. રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા અડચણરૂપ દબાણો હટાવવા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ડીસા તાલુકા પંચાયતના અધિકારીઓ તથા ભીલડી પોલીસના સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. આ અંગે રામપુરા ગામ દબાણ દુર કરવાની કામગીરી આજથી સ્થગિત કરવામાં આવી છે અને જે અડચણરૂપ દબાણદારોને સમજાવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...