પાલનપુરની બેંકમાં નાણાં ભરવા ગયેલા યુવકને સ્લીપમાં હવે નોટોના નંબર લખવાનો નવો નિયમ આવ્યો છે કહીં વાતોમાં ઉલજાવી રાખી 3 શખ્સો રૂ. 95, 500 લઈ ફરાર થઈ ગયા હતા. પાલનપુર શહેરમાં આવેલ બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા હિમાંન શેલેષભાઈ જોષી પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં એક લાખ રૂપિયા ઉપાડીને તેમની માતાના ખાતામાં નાખવામાં માટે સ્લીપ ભરી રહ્યા હતા. તે દરમિયાન મોઢા પર માસ્ક પહેરલ એક વ્યક્તિ આવીને તેમને જણાવેલ કે, પૈસા ભરતી વખતે નોટોના સિરિયલ નંબર સ્લીપમાં લખવા પડશે.
તેથી હિમાને જણાવેલ કે હું કેશીયરને પૂછી લઉં તે દરમિયાન બીજો એક વ્યક્તિ પૈસા ભરવાની સ્લીપ અને પૈસા લઈને આવેલો અને હિમાનને જણાવેલ કે બેન્કમાં પૈસા ભરતી વખતે નોટોના સિરિયલ નંબર લખવા પડશે. જ્યાં આ બંને જણા હિમાંન સાથે વાત કરી રહ્યા હતા તે સમયે અન્ય એક વ્યક્તિ આવી ને કહ્યું કે બેન્કના નિયમો બદલાઈ ગયા છે.
ફરજીયાત સિરિયલ નંબર લખવા પડશે. તેથી હિમાને તેની પાસે રહેલી થેલીમાં થી 50 હજારના બે બંડલ કાઢી તેમાંથી નવ નોટો કાઢી સ્લીપમાં લખવાની શરૂઆત કરતા તેની નજર ચૂકવી તેના થેલામાં પડેલા રૂ.95,500 લઈને ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા. જેની ખબર પડતા બેંકમાં જાણ કરતા બેન્કના સિક્યુરિટીએ દરવાજો બંધ કરી શોધખોળ કરી હતી. જોકે, ત્રણેય શખ્સો બેન્કમાંથી ફરાર થઇ ગયા હતા. આ અંગે હિમાન શૈલેષભાઇ જોષીએ પાલનપુર પોલીસ મથકે આ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.