બનાસકાંઠા જિલ્લાના વડગામમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જીગ્નેશભાઈ મેવાણી લડવૈયા છે. જરૂર પડશે તો જીગ્નેશભાઈ મેવાણી માટે વાવ વિધાનસભાની સીટ ખાલી કરી આપીશું જેવું નિવેદન ગેનીબેને જાહેરમાં આપ્યું હતું.
ગેનીબેન ઠાકોરે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સભામાં નિવેદન આપ્યું હતું કે આવનારા સમયની અંદર લોકો આવો જ સહકાર જીગ્નેશભાઈ મેવાણીને આપે. બનાસકાંઠાની અંદર વાવ હોય ભાભર હોય સુઈગામ હોય જે દિવસે એમની એક રેલી રાખી હતી, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટી રેલી વાવ થરાદની હતી અને જીગ્નેશ ભાઈ સમર્થન આપ્યું હતું. તેમણે જીગ્નેશભાઇને આવનારા સમયની અંદર વાવ-થરાદ પધારવા આમંત્રણ આપતાં કહ્યું હતું કે તમે ખાલી તારીખ આપો, સામેવાળા લોકોને પણ ખબર પડવી જોઈએ કે બનાસકાંઠાની અંદર જીગ્નેશ મેવાણીને ચાહવાવાળા અને એમને સમર્થન આપવા વાળા બહોળી સંખ્યામાં છે.
ઉપરાંત ગેનીબેને તેમને પણ જીગ્નેશભાઈના સમર્થનમાં બોલાવી મજબૂત મનોબળ પૂરું પાડવા માટે આમંત્રણ આપવા બદલે જીગ્નેશ ભાઈને અભિનંદન પાઠવ્યા હતા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ બેનને બોલાવી દેજો એમ આહ્વાન કર્યુ હતું. ઉપરાંત તેમણે તેમને વાવમાં આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે એમના જેવા લડવૈયાઓ માટે કદાચ સીટ ખાલી કરવી પડે તો પણ એવી વાતનું તેમને ગૌરવ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.