ફરિયાદ:પાલનપુરથી ધાનેરા જવા કારમાં બેઠેલા યુવક પાસેથી રૂ.1 લાખ સેરવી લીધા

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ શખ્સો યુવકને નીચે ઉતારી કાર લઇને ફરાર,પાંચેય સામે ફરિયાદ નોંધાવી

રાજસ્થાનના રાણીવાડા તાલુકાનો યુવક તેના કાકાના દીકરાને સાથે લઈને પાલનપુરમાં જુની ગાડી ખરીદવા આવ્યો હતો. જોકે, કોઈ ગાડી પસંદ ન આવતા પાલનપુર એરોમા સર્કલેથી ધાનેરા જવા માટે કારમાં બેઠો હતો. ત્યારે અજાણ્યા શખ્સો ખિસ્સામાંથી એક લાખ સેરવી લઈ બંને ભાઈઓને નીચે ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના કરવાડા રામજી કી ઢાણી ગામના મનોહર આસુજી વિશ્ર્નોઈ (ઉ.28) તેમના કાકાના દીકરા ઘેવરભાઈ બાબુલાલ વિશ્ર્નોઈ સાથે પાલનપુરમાં જુની ગાડી ખરીદવા માટે આવ્યા હતા. જેમણે પાલનપુરની એજન્સી - શોરૂમમાં ગાડીઓ જોઈ હતી.

પરંતુ કોઈ ગાડી પસંદ ન આવતા જમીને વતનમાં જવા માટે એરોમા સર્કલે ઊભા હતા. ત્યારે ત્યાં આવેલી કારને ઉભી રખાવી ધાનેરા જવાનું કહેતા ચાલકે અંદર બેસવાનું કહ્યું હતું. આથી મનોહરભાઈ વચ્ચેની સીટમાં બેઠા હતા. જ્યારે તેમના ભાઈ ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા.

જે દરમિયાન આ વચ્ચેની સીટમાં બેઠેલા અન્ય ચાર શખ્સો પૈકી કોઈ ખિસ્સામાં રહેલા એક લાખ સેરવી લીધા હતા. અને એરોમા સર્કલથી સહેજ આગળ જઈ બંન્ને ભાઈઓને ફોસલાવી નીચે ઉતારી કાર લઈને ફરાર થઈ ગયા હતા.

તમે જાડા છો આગળની સીટમાં બેસો તેમ કહી નીચે ઉતારી કાર લઈ ભાગી ગયા
મનોહરભાઈ વચ્ચેની સીટમાં બેસવા જતા હતા. ત્યારે શખ્સ નીચે ઉતરી જગ્યા આપી હતી. અને તે દરવાજા પાસે બેઠો હતો. ગાડી સહેજ આગળ ગઈ ત્યારે બીજા શખ્સોએ ચાલકને કહ્યું હતું કે, જગ્યા નથી અમને નીચે ઉતારી દો. આથી ચાલકે કહ્યું હતું કે, બ્રિજ પછી બે જણા ઉતરી જવાના છે.

જગ્યા થશે. દરમિયાન ચાલકે ગાડી ઉભી રાખી હતી અને મનોહરભાઈને તમે જાડા છો આગળ આવી જાઓ તેમ કહેતા બન્ને ભાઈ સીટની અદલા બદલી કરવા નીચે ઉતર્યા હતા. ત્યારે ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. દરમિયાન મનોહરભાઈએ પોતાના ખીસ્સા તપાસતાં પૈસા જણાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...