• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • From Maval Checkpost, Rajasthan Police Intercepted The Truck Coming To Gujarat Loaded With Liquor, Seized 1260 Boxes Of Foreign Liquor And Arrested Two Persons.

દારૂની હેરાફેરી અટકી:માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પોલીસે દારૂ ભરીને ગુજરાતમાં આવતી ટ્રકને ઝડપી પાડી, 1260 પેટી વિદેશી દારૂ જપ્ત કરી બે ઈસમોની અટકાયત

બનાસકાંઠા (પાલનપુર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે જ આવેલા રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રાજસ્થાન પોલીસે વિદેશી દારૂની 1260 પેટીએ ઝડપી પાડી બે ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યના અમીરગઢ ગુજરાત બોડર નજીક રાજસ્થાન બોડર પર સફરજનની આડમાં દારૂ ભરીને ટ્રક ગુજરાતમાં પ્રવેશે તે પહેલા રાજેસ્થાન પોલીસે ટ્રકને ઝડપી પાડી હતી. રાજસ્થાન પોલીસ ચેક પોસ્ટ પર રૂટિંગ ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં પ્રવેશવા જતી એક શંકાસ્પદ ટ્રકને માવલ ચેકપોસ્ટ પર રોકાવી તેની તપાસ કરતા સફરજનની આડમાં વિદેશી દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવતો હતો, જેથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા વિદેશી દારૂની 1260 પેટી કબજે લઈ મોહન જાટ અને નરેશ જાટ રહે બાડમેર વાળની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...