• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • From House To Desert And From Desert To House Is The Same Life, Canal Has Been Built Till Village But Till Now People Have Not Seen Water In Canal.

ગ્રાઉન્ડ રિપોર્ટ:ઘરથી રણ અને રણથી ઘર એજ જીવન, ગામ સુધી કેનાલ બની છે પણ અત્યાર સુધી લોકોએ કેનાલમાં પાણી જોયું નથી

સુઈગામએક દિવસ પહેલા
  • કૉપી લિંક
બોરૂના રણમાં દોજખ ભર્યું જીવન જીવવા મજબૂર છે લોકો. - Divya Bhaskar
બોરૂના રણમાં દોજખ ભર્યું જીવન જીવવા મજબૂર છે લોકો.
  • પાકિસ્તાનના રણ નજીક આવેલા સુઈગામના બોરું ગામથી ગ્રાઉન્ડરિપોર્ટ

રાજુ ઠાકોર

બનાસકાંઠાનું એકમાત્ર ગામ બોરું છે જ્યાં મીઠું પકવાય છે.સુઇગામ તાલુકાના રણની કાંધીને અડીને આવેલા બોરું ગામમાં કોઈ સારા નરસા પ્રસંગે જ લોકો ગામમાં જોવા મળે. હાલે ચૂંટણીનો રાજકીય માહોલ હોવા છતાં ગામમાં એકલ દોકલ માણસો જ જોવા મળે. મોટેભાગે વડીલો જ ગામમાં દેખવા મળ્યા, યુવાનો સવારે ઉઠતાં જ રણમાં પહોંચી જાય છે,કેમકે ગામના લગભગ 250 થી 300 ઘરોના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગ છે. જેને લઈ સવારે ઉઠતાં વેંત રણમાં જ પોતાના મીઠાના અગરમાં પહોંચી જાય છે.

બોરું સહિત આજુબાજુના માધપુરા, મસાલી, દુદોસણ,ધરેચાણા,સુઇગામ, સહિતના ગામોના લગભગ 2 હજાર પરિવારો મીઠા ઉદ્યોગ પર નિર્ભર છે. છેવાડાના ગામ સુધી કેનાલ બનાવી છે પણ અત્યાર સુધી ગામ લોકોએ કેનાલમાં પાણી જોયું નથી. વરસાદ આધારિત ખેતી કરતા ગ્રામજનોની મુખ્ય આવક તો મીઠા ઉદ્યોગ પર જ નિર્ભર છે. ગામમાં મળેલા કેટલાક લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે ગામમાં મોટેભાગે બક્ષીપંચ અને અનુ.જાતિ સહિત દરબાર સમાજના લોકો વસવાટ કરે છે.

ગામના કેટલાક લોકોને પૂછતાં જણાવ્યું કે "ચૂંટણી તો આવે ને જાય, કોઈ રાજકીય પક્ષની મિટિંગ હોય તો પાછા લોકોની ભીડ ભેગી થઈ જાય. ગામમાં સમસ્યાઓ ઘણી છે. ઉનાળામાં પીવાના પાણીની તકલીફ રહે છે. ચૂંટાતા લોકો આનો કાયમી ઉકેલ આવે તેવું કરતા નથી. છેલ્લા 40 વર્ષથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને શ્રમ વિભાગ દ્વારા અગરિયા કાર્ડ અપાયા છે. પણ મીઠું પકવવા માટે કાયદેસર જમીન અપાઈ નથી. ખાનગી કંપનીઓને હજારો હેકટર રણ આપવામાં આવે છે.

જ્યારે વર્ષોથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને ઘુડખર અભ્યારણયના નામે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હેરાન કરાય છે. ગામથી 10-15 કી.મી.રણમાં કામ કરવા જઈએ તો પીવાનું પાણી સાથે લઈ જવું પડે છે. શિક્ષિત યુવાનોએ જે પણ ચૂંટાય તેમની પાસે ગામમાં આરોગ્યની સુવિધા મળે. ધો.10 સુધીની સરકારી હાઈસ્કૂલ બને તેમજ ગામથી રણ સુધી જતા સિંગલપટ્ટી રોડને પહોળો કરવામાં આવે તેવી લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...