ચોરી:પાલનપુરમાં દુકાનમાંથી રૂ. 1.68 લાખના મોબાઇલની તસ્કરી થઈ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઝી ટાવરમાં ભાડાથી દુકાન ચલાવતાં વેપારીએ ફરિયાદ નોંધાવી

પાલનપુરમાં કોઝી ટાવરમાં પહેલા માળે આવેલી મોબાઇલની દુકાનના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ વિવિધ કંપનીના રૂપિયા 1.68 લાખના મોબાઇલ નંગ 15ની ચોરી કરી હતી. આ અંગે અમીરગઢના બાંટાવાડાના વેપારીએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પાલનપુરમાં કોઝી ટાવરમાં પહેલા માળે આવેલી યશવી મોબાઇલની દુકાનના શટરનું તાળુ તોડી બુધવારે રાત્રે શખ્સો શો કેસના કાચ તોડી કુલ રૂપિયા 1,68,600ના કુલ 15 નંગ મોબાઇલની ચોરી કરી નાસી છુટ્યા હતા.

વહેલી સવારે જાણ થતાં વેપારી અમીરગઢના બાંટાવાડાના મુકેશભાઇ કાન્તિભાઇ કરપટીયા (પટેલ)એ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગૂનો નોંધી પોલીસે તસ્કરોનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.દુકાન પાલનપુર તાલુકાના ભાગળના કેશુભાઇ ચૌધરીની છે. જેનું રૂપિયા 21,000 ભાડું ચુકવવામાં આવે છે. બાંટાવાડાના મુકેશભાઇ, તેમના ભાઇ પરેશભાઇ અને રામપુરા ગામના નરેશભાઇ દુકાનમાં મોબાઇલ વેચતા છે.

ગુનાનો ભેદ ટૂંક સમયમાં ઉકેલાશે
ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે. > એસ. એ. પટેલ (પી.આઈ)

અન્ય સમાચારો પણ છે...