ભાસ્કર વિશેષ:પાલનપુરના ચાર શિક્ષકોએ ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવી શાળાના પગથિયાં ચડાવવાનું બીડું ઝડપ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેકેશન દરમિયાન શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે

હાલમાં શાળામાં વેકેશન હોવાથી પાલનપુરના ચાર શિક્ષકોએ મનોરજન કે ફરવાનુ ટાળી ડીસા હાઇવે સ્થિત આવેલ ઝુપટપટ્ટીના 13 પરિવારના બાળકોને શિક્ષણ તર્પણ આપી શાળાના પગથિયાં ચડાવવાનું બીડું ઝડપી અભ્યાસ કરાવી રહ્યા છે. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હાલમા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં છેલ્લા એકમાસથી ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે તમામ શિક્ષકો મોજશોખ કરવા તેમજ મનોરંજન કરવા હરવા ફરવા જતા હોય છે.

પરંતુ પાલનપુરની રિંકલબેન ઠક્કર, ડો.અરુણાબેન રાષ્ટપાલ નામની શિક્ષિકાઓ તેમજ કિરણ વાગડોદા, સતીશ ગૌસ્વામી નામના શિક્ષકોએ વેકેશનનો સમય ક્યાં પસાર કરવો તે વિચારીને વિચાર આવ્યો કે આપણે ગરીબ ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ આપીએ ત્યારબાદ હાલમાં આ શિક્ષકો ડીસા હાઈવે સ્થિત આવેલ ઝુપડપટ્ટીના બાળકોને દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી તર્પણ શિક્ષણ આપી સુંદર કાર્ય કરી રહ્યા છે.

આ બાબતે શિક્ષિકા ડો.અરુણાબેન રાષ્ટપાએ જણાવ્યું હતું કે, શાળામાં વેકેશન પડવાની એક મહીનાની વાર હતી ત્યારે એક વિચાર આવ્યો કે, આપણુ વેકેશન પડે તો આપણે ક્યાં સમય વિતાતવો કે ત્યારબાદ મનમાં વિચાર આવ્યો કે આપણે એવા બાળકોને શિક્ષણ આપીએ જે બાળકો કયારે શાળાનું પગથિયું જોયું નથી તેવા બાળકોને શિક્ષણ આપીએ ત્યારબાદ ઝુપ્પટપટીના બાળકોને અભ્યાસ આપવાનું નક્કી કર્યું અને હાલમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાનો મંડપ બાંધી બાળકોને તર્પણ શિક્ષણ આપી રહ્યા છીએ.

શરૂઆતમાં અમે ગરીબ બાળકોને અભ્યાસ આપવાનું શરૂ કર્યું ત્યારે બાળકોને ઓછી સમજણ પડતી કોઈ બાળક બેસતું પણ નહતું જેમ જેમ સમય ગયો તેમ તેમ આ બાળકો શિક્ષણ તરફ પ્રેરિત થયા હેવ આ બાળકો જાતે બોલી લખી શકે છે હાલમાં અમે કઈ પણ શીખવીએ તો બાળકોને તરત જ યાદ રહી જાય છે શાળાની શરૂઆત થતા આ બાળકોને શાળામાં પ્રવેશ આપીશું એમ કિરણ વાગદોડાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...