લમ્પી વાઇરસનો કહેર:ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ લમ્પી વાઇરસથી મૃત્યુ પામેલા પશુઓનો સર્વે કરી પશુપાલકોને સહાય આપવાની માગ કરી

બનાસકાંઠા (પાલનપુર)11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં અનેક પશુઓના લમ્પી વાઇરસથી મોત થયા

રાજ્યમાં હાલ પશુઓમાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પશુઓમાં આવેલા લમ્પી વાઇરસને લઈને નિવેદન આપ્યું છે. લંપી વાયરસના કારણે મૃત્યુ પામેલ પશુઓનો સર્વે કરાવી સત્વરે પશુપાલકોને સહાય આપવાની માગ કરી છે.
પ્રતિદિન લમ્પી વાઇરસના 300ની આસપાસ કેસ
બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં પ્રતિદિન લમ્પી વાઇરસના 300ની આસપાસ પશુઓમાં કેસ સામે આવે છે. તેમજ પશુઓના મોતનો આંક પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઇતાભાઇ પટેલે લમ્પી વાઇરસને લઈ નિવેદન આપ્યું છે. જેમાં સરકાર તાત્કાલિક લમ્પી વાઇરસમાં મૃત્યુ પામેલા પશુઓનો સર્વે કરી સત્વરે પશુપાલકોને સહાય આપે તેવી માગ કરી છે.
મગરાવા ગામમાં 28 પશુઓના મોત
​​​​​​​આ અંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોયતાભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં લમ્પી વાઇરસ નામનો ભયંકર રોગ આવ્યો છે. જેના કારણે ખાસ કરીને ધાનેરા તાલુકાનું મગરાવા ગામ જાડી ગામ સહિત સાત આઠ ગામોમાં લમ્પી નામનો ભંયકર રોગ પ્રસરેલો છે. તાજેતરમાં ટૂંકા અઠવાડીયાની અંદર મગરાવા ગામમાં 28 પશુઓના મોત થયા છે. આજે પણ 5 જેટલી ગાયોના મોત થયા છે. પશુપાલકોનો જીવન નિર્વાહ પશુપાલન પર નિર્ભર છે, ત્યારે આ ભયંકર રોગ આવવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરકારે વહેલામાં વહેલી તકે પશુપાલકોને સહાય આપવી જોઈએ. જે પશુઓના મોત થયા છે એનો સર્વે કરવો જોઈએ અને પશુપાલકોને મદદ કરાવી જોઈએ. તેમજ જો આમ કરવામાં નહી આવે તો પશુપાલકો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એટલે સરકારને વિનંતી કરું છું કે આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી જે પશુપાલકોને સહાય કરે.

અન્ય સમાચારો પણ છે...