રાજનીતિ ગરમાઈ:પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ફેસબુક પર 'હું લડીશ અને જીતીશ'ના લખાણ સાથે પોસ્ટ કરી, વિવાદ થાય તે પહેલા જ ડિલિટ મારી

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ મૂકી એ મને ખબર નથી કદાચ મારા કોઈ માણસે મૂકી હોય : જોઈતાભાઈ પટેલ
  • 1985 અને 2012 માં ધાનેરા વિધાનસભા માં મારી જીત થઈ હતી : જોઈતાભાઈ પટેલ

બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ કરતાં ચર્ચામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ તેમણે ફેસબુક એકાઉન્ટ પર 'હું તો લડીશ અને જીતીશ'ના લખાણ સાથે પોસ્ટ વાઇરલ કરતાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. પોસ્ટને લઈ વિવાદ ન સર્જાય તે માટે ગણતરીના કલાકોમાં જ દૂર કરી દેવામાં આવી હતી.

ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ કરી ચર્ચા માં આવ્યા છે, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે તેમના ફેસબુક એકાઉન્ટ પર 'હું તો ચૂંટણી લડીશ અને જીતીશ' લખેલી પોસ્ટ વાઇરલ કરી હતી. જોકે, જ્યાર તેમને આ પોસ્ટ અંગે પૂછવામાં આવ્યું તો પોતાની જાણ બહાર આ પોસ્ટ થઈ હોવાનું કહ્યું હતું. પોસ્ટને લઈ કોઈ વિવાદ ન થાય તે માટે ગણતરીના કલાકોમાં જ પોસ્ટને દૂર કરી દેવામાં આવી હતી. જો કે, તેના સ્ક્રિન શોટ હાલ વાઈરલ થઈ રહ્યા છે. આ પોસ્ટ મામલે તેમની કોઈજ સંમતિ નથી અને કોને પોસ્ટ મૂકી તે ઓણ તેઓ જાણતા ન હોવાનું કહ્યું હતું સાથેજ લોકોના તેમના પર આશીર્વાદ છે અને પાર્ટી તેમને ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડશે તેમ કહ્યું હતુ. જોઈતાભાઈ પટેલ 1985 થી 2012માં ધાનેરા બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ધાનેરા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ફોટા વાયરલ થયાં છે એ કોને કર્યા મને ખબર નથી પણ વિધાનસભાની ચૂંટણી કોને લડાવવી તે પાર્ટીના હાથમા હોઈ છે. ઉમેવાર કે કોઈ વ્યકિતના હાથમા હોતું નથી. 1985મા કોંગ્રેસે મને ટિકિટ આપી તે વખતે હૂ 16 હજાર મત થી જીત્યો હતો એના પછી 2002 મા પાર્ટી એ મને ટીકટી આપી પછી 2012 પાર્ટીએ મને ટિકિટ આપી 2012 હૂ 30 હજાર થી વધુ મતે જીત્યો હતો છતાં 2017 મા પાર્ટી એ મને ટિકિટ ના આપી કોને ઉમેદવાર બનાવવો એ પાર્ટીના હાથમા હોઈ છે.

અન્ય સમાચારો પણ છે...