કોંગ્રેસને ઝટકો:દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું, બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂ્ંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. આ વચ્ચે રાજીનામાનો પણ દોર ચાલી રહ્યો હોય તેમ એક પછી એક કાર્યકરો અને નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે દિયોદર પંથકમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને પત્ર લખી કોંગ્રેસ પાર્ટીના હોદ્દા તથા સભ્યપદ પરથી રાજીનામું આપતાં બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

પૂર્વ ધારાસભ્ય અનિલ માળીનું રાજીનામું
બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાટીઓએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જેઓ પ્રચાર પ્રસારમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે.

કેસરીયો ધારણ કરે તેવી શક્યતા
પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ વર્ષ 2007માં ભાજપમાંથી દિયોદર વિધાનસભા સીટ ઉપર જીત મેળવી હતી. ત્યારબાદ 2017માં ભાજપે ટિકિટ ના આપતા અનિલ માળી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2022 વિધાનસભા ચૂંટણીના થોડાક દિવસો પહેલા અનિલ માળી કોંગ્રેસ પાર્ટીના હોદ્દા તેમજ સભ્યપદેથી રાજીનામું ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સમિતિને આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય અનિલ માળી આવતીકાલે દિયોદર આવી રહેલા ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના હાથે કેસરિયો ધારણ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...