ધર્મબોધ:દુશ્મનાવટને ખતમ કરવાનું ઔષધ ક્ષમાપના : મુનિરાજ શૌર્યશેખર વિજયજી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ કરાઈ હતી. - Divya Bhaskar
પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ કરાઈ હતી.
  • પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણની પૂર્ણાહુતિ કરાઈ

દુશ્મનાવટને ખતમ કરવાનું ઔષધ ક્ષમાપના છે. તેમ શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે મિચ્છામી દુકકડમ સાથે પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ કરતી વખતે મુનિરાજ શૌર્યશેખર વિજયજીએ જણાવ્યું હતુ. પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આઠમા દિવસે મિચ્છામિ દુક્કડમ સાથે સંવત્સરી મહાપર્વની ભવ્યાતિભવ્ય રીતે ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

સવારે 9:00 કલાકે બારસાસૂત્રની અષ્ટપ્રકારી પૂજા, જ્ઞાનની પાંચ પૂજા વિગેરે કરવામાં આવેલ.ત્યારબાદ ગુરુદેવશ્રીને બારસાસૂત્ર વહોરાવામાં આવેલ.ગુરુદેવનું ગુરૂપુજન કરવામાં આવેલ અને ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા બારસાસૂત્રનું વાંચન કરવામાં આવેલ.સાથે-સાથે બારસાસૂત્રના ચિત્રોના દર્શન કરવામાં આવેલ.

આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે ક્ષમાપના એટલે સર્વ જીવો સાથેના વેરનું વિસર્જન, ક્ષમાપના જ પર્યુષણ પર્વનો પ્રાણ છે હાર્ડ છે.તેના વિના પર્વની આરાધના સાચી ગણાતી નથી. ક્ષમા રાખો, ક્ષમા માંગો અને ક્ષમા આપવાનો મંત્ર અપનાવો તો જીવન સ્વર્ગ સમાન બની જશે. દુશ્મનાવટને ખતમ કરવાનું ઔષધ ક્ષમાપના છે.

પર્યુષણ પર્વના અંતિમ સંવત્સરીના દિવસે શ્રાવકોને ક્ષમાપના નું મહત્વ સમજાવ્યું હતું.બપોરે 3:00 કલાકે સંવત્સરી પ્રતિક્રમણનો પ્રારંભ થયેલ. પ્રતિક્રમણ બાદ શ્રાવક-શ્રાવિકાઓએ એકબીજાને વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની માફી હતી. આ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. પાલનપુર જૈન સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...