વિકાસ કામોને મંજૂરી:બનાસકાંઠા જિલ્લાના 12 તાલુકા માટે રૂ. 16.81 કરોડના 884 વિકાસ કામોને મંજૂરી આપાઇ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી

પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વર્ષ- 2022-23ના બનાસકાંઠા જિલ્લાના 12 પૈકી ભાભર અને કાંકરેજ સિવાયના 12 તાલુકા માટે ફાળવાયેલ કુલ રૂ. 16.00 કરોડ સામે કુલ રૂ. 16.81 કરોડના 884 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.

જિલ્લાના આયોજનમાં 15 ટકા વિવેકાધિન યોજના- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, 5 ટકા પ્રોત્સાહક યોજના અને આદિજાતિ પેટા વિસ્તાર યોજના વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની 6 નગરપાલિકાઓ દ્વારા રૂ. 1.65 કરોડના 29 કામોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતુ. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વચ્છતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, છેવાડાના વિસ્તારમાં રહેતો લોકો સુધી રાજ્ય સરકારની યોજનાઓ સરળતાથી પહોંચે અને તેઓ વિકાસથી વંચિત ન રહે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આજે મંજૂર કરવામાં આવેલા વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમણે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુ.

મંત્રીએ વર્ષ-2021-22ના વિકાસ કામોની સમીક્ષા કરતાં કહ્યું કે, ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે ગયા વર્ષે જિલ્લા આયોજનની બેઠકમાં મંજુર કરવામાં આવેલા તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતુ. વિકાસકામોના આયોજન સમયે સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણીઓ અને અધિકારીઓએ એકબીજા સાથે સંકલન કેળવી તેઓની રજૂઆત કે સુચન હોય તો ધ્યાને લઇ વિકાસકામો ઝડપથી થાય તે દિશામાં આગળ વધવા તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...