પરિવાર સાથે મિલન:અંબાજીમાં દર્શન માટે આવેલા કાંકરેજના દર્શનાર્થીઓનું પાંચ વર્ષનું બાળક વિખૂટું પડ્યું, પોલીસે પરિવાર સુધી પહોંચાડ્યું

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર માન્યો

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો માઇભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા આવતા હોય છે. જેમાં આજે એક કાંકરેજના રહેવાસી તેમના પરિવાર સાથે અંબાજીના ધામે દર્શન કરવા પહોંચ્યા હતા. તે સમયે તેમનું પાંચ વર્ષનું બાળક વિખૂટું પડી જતા પોલીસે તેમના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.

ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન વિખૂટા પડેલા પાંચ વર્ષના બાળકને પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંબાજી ભાદરવી પુનમનો મહામેળામાં પોલીસ કર્મચારીએ પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન પાંચ વર્ષનું બાળક એકલું રડતું હતું જેની આજુબાજુ કોઈ પણ ન જણાતા ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ બાળકને સમજાવી તેને વાલી વારસા વિશે પૂછપરછ કરતાં બાળકે પોતાનું નામ જહુ ઠાકોર કાંકરેજના રહેવાસી જણાવ્યું હતું અને પોતાના પરિવાર સાથે અંબાજી માતાના દર્શન કરવા આવેલા હતા તે દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડી ગયું છે તેવું જણાવતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સીસીટીવી કંટ્રોલરૂમ જાણકારી તેના વાલી વારસોની શોધખોળ કરતા બાળકના સગા મળી આવતા તેમની સાથે બાળકનું સુખદ મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...