હિલસ્ટેશનનો આહલાદક નજારો:માઉન્ટ આબુમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા ઝરણાઓ જીવંત બન્યા, પ્રવાસીઓએ મનમૂકીને મજા માણી

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઉન્ટ આબુમાં પર્વતોમાંથી નીકળતા વાદળો સાથે જાણે સહેલાણીઓ વાતો કરી રહ્યા હોય તેવો નજારો

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મેઘ મહેર થઈ રહી છે. માઉન્ટ આબુમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ વહેતા થયા છે. ઝરણાઓ મનમૂકીને વહેતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. ચોમાસામાં હિલ સ્ટેશનમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે પ્રવાસીઓએ પણ રમણીય વાતાવરણમાં વરસાદની મજા માણી હતી.

ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા
રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળ અને એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ઝરણાઓ મનમૂકીને વહી રહ્યા છે અને બજારોમાં પણ પાણી વહેતું થયું છે. ચોમાસામાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. સહેલાણીઓ કુદરતની અનોખી દેન એવા માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે.

લકી તળાવ છેલ્લા અઠવાડિયાથી ઓવરફ્લો
માઉન્ટ આબુમાં ગત 24 કલાકમાં પાચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેનાથી ઝરણાઓ ખળ ખળ વહેતા થયા હતા. પર્વતની ઊંચાઈ પર આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પર્વતો માંથી નીકળતા વાદળો સાથે જાણે સહેલાણીઓ વાતો કરી રહ્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદમાં પણ છત્રી અને રેઇન કોટ લઈ પ્રવાસીઓ મોસમની મજા માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર લકી તળાવ છેલ્લા અઠવાડિયાથી ઓવર ફલો થઈ વહી રહ્યું છે. જેનું પાણી પહાડોના રસ્તે ગુજરાતના અમીરગઢ પાસે વહેતી કલેડી નદી મારફતે દાંતીવાડા ડેમમાં ભળે છે. માઉન્ટ આબુની નીચે વસેલા અનાદર અને દામાની ગામોમાં પાણીનો જથ્થો પૂરો પાડી રહ્યું છે. વરસાદનો લહાવો લેવા આવેલા સહેલાણીઓને કોઈ અગવડતા કે હાની ન થાય તે માટે તંત્ર પણ સાબુદ થયુ છે.

પ્રવાસીઓએ મૌસમની મજા માણી
પ્રવાસીઓએ મૌસમની મજા માણી
નદી-નાળા વહેતા થયા
નદી-નાળા વહેતા થયા
અન્ય સમાચારો પણ છે...