બેદરકારી:પાલનપુર નગરપાલિકા કચેરીમાં ફાયર સેફ્ટીની બોટલો 9 મહિનાથી એક્સ્પાયર

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવીન ફાયરનો સ્ટાફ 3 માસ અગાઉ મુકવામાં આવ્યો છતાં ફાયરની બોટલનું ધ્યાન નથી
  • આ બાબત મને આપના માધ્યમથી જાણવા મળી છે : પાલિકા ચીફ ઓફિસર

પાલનપુર નગરપાલિકા કચેરીમાં છેલ્લા 9 મહિનાથી એક્સ્પાયર ડેટ હોવા છતાં ફાયરની બોટલો લટકેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્રણ મહિના પહેલા પાલિકામાં મૂકવામાં આવેલદ ફાયર સ્ટાફને આ બાબતનું ધ્યાન નથી. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું, આ બાબતે મને આપના માધ્યમથી જાણવા મળી છે, હું તાત્કાલિક બોટલો હટાવી તેમજ નવીન રિફિલિંગ કરાવીશ.પાલનપુર શહેરમાં આવેલી મોટાભાગની તમામ સરકારી કચેરીમાં અગમ્ય કારણોસર આગ લાગે ત્યારે તેને ઓલવવા માટે ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયરની બોટલો મૂકવામાં આવતી હોય છે.

જ્યાં પાલનપુર નગરપાલિકા કચેરીમાં ફાયરની ચારથી વધુ બોટલો મૂકવામાં આવી હતી. જે 9 માસ પહેલા એક્સ્પાયર ડેટ થઈ ગઈ હોવા છતાં બદલવામાં આવી નથી. જો કોઈ કારણોસર ગરમીના લીધે કચેરીમાં આગ લાગે ત્યારે આ બોટલો શોભાના ગાંઠીયા સમાન લટકટી રહે તેમ જોવા મળી રહ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા નગરપાલિકામાં ફાયરની નવીન ભરતી કરવામાં આવી હતી જેમને પાલિકામાં 3 માસ વિતવા આવ્યા તેમ છતાં કોઈ પણ પ્રકારની ગંભીર નોંધ લીધી નથી.

અન્ય સમાચારો પણ છે...