વિવાદ:કાણોદરમાં એક સમાજના બે જૂથો વચ્ચે મારામારી: છને ગંભીર ઈજા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને સમાજ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો,ઘાયલોને છાપી તેમજ પાલનપુરની 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા

પાલનપુરના કાણોદર ગામમાં બુધવારે એક જ સમાજના બે જૂથો સામ સામે લાકડીઓ તેમજ છુટા હાથની મારમારી કરી ઝઘડાતા છ વ્યક્તિઓને ગંભીર તેમજ નાની મોટી ઈજાઓ પહોચતા તમામ ઘાયલોને છાપી તેમજ પાલનપુરની 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કાણોદર ગ્રામ પંચાયતની બાજુમાં બુધવારે ગામના એક જ સમાજના જૂથો વચ્ચે અચાનક અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો જ્યાં ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો સામસામે લાકડીયો તેમજ છુટા હાથની મારામારી પર ઉતરી સામસામે હુમલો કરતા છ જણ ઘાયલ થયા હતા જેને લઈ લોકો એકઠા થઈ ગયા હતા.

જેને લઈ સ્થાનિકે 108ને જાણ કરતા તાત્કાલિક છાપી 108માં પાયલોટ ભરતભાઇ પરમાર, ઈએમટી વિક્રમભાઈ પરમાર તેમજ પાલનપુરની 108 પાયલોટ મહેન્દ્રભાઈ પુરબીયા અને ઇએમટી ચંદ્રકાન્ત સોલંકી દ્વારા કાણોદર ગામના નરેશભાઈ દેવીપુજક, રાઇભલભાઈ દેવીપુજક, શાંતિભાઈ દેવીપુજક, અશોકભાઈ દેવીપૂજક, વિનોદભાઈ દેવીપૂજક અને કિરણભાઈ દેવીપૂજકને હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર તેમજ નાની મોટી ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...