વિધાનસભા ચૂંટણી 2022:બનાસકાંઠામાં કોંગ્રેસને બળવાનો ડર, પાલનપુર અને દાંતાના ઉમેદવારને ફોનથી જાણ કરી

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીને પ્રદેશ કાર્યાલયમાં રૂબરૂ કહ્યું "તમને ટિકિટ આપી'
  • પાલનપુરમાં મહેશ પટેલ અને દાંતામાં કાંતિ ખારાડીને ટિકિટ, અધિકારીક જાહેરાત કરાઈ નથી

મહેશ પટેલની પાછલા કેટલાય સમયથી ભાજપમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે. કોંગ્રેસે ટેલિફોનિક સૂચના આપીને સતત બે ટર્મથી પાલનપુર વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા મહેશ પટેલને ત્રીજી વાર ટિકિટ આપી છે. જોકે ઓફિશિયલી જાહેરાત હવે કરાશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જણાવ્યું હતું કે "મને ઓફિશિયલી પાર્ટી એ કોઈ સૂચના આપી નથી." ઉલ્લેખનિય છેકે "પાલનપુર વિધાનસભામાં 12 દાવેદારોએ કોંગ્રેસ પાસે ટિકિટની દાવેદારી કરી હતી. આર.ડી. જોશી, રવિરાજ ગઢવી, લક્ષ્મીબેન કરેણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા હતા.

તેવામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર ન આવી જાય તેવા ડરથી પાલનપુર ધારાસભ્ય અને દાંતાના ધારાસભ્યને પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ફોન કરીને ટિકિટ આપી હોવાની જાણ કરી છે. પાર્ટી એ પૂછ્યું કે ટિકિટ આપશો તો લડશો? તો મેં હા પાડી છે. એમ મહેશ પટેલે કહ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ એ હજુ સુધી દિયોદર, કાંકરેજ, ધાનેરા, વડગામ, થરાદ કે વાવમાં ટિકિટ જાહેર કરી નથી. માત્ર પાલનપુર અને દાંતામાં વર્તમાન ધારાસભ્યોને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વાવમાં ગેનીબેનના બેઠક બદલવાની અફવા વચ્ચે ગેનીબેન એ પોતે ત્યાં જ લડવાના છે તેવો ખુલાસો કર્યો છે.

જ્યારે વડગામમાં જીગ્નેશ મેવાણી ફાઈનલ છે. તેમ છતાં મુસ્લિમ સમાજના આક્રોશના લીધે પાર્ટીએ હજુ તેમનું નામ જાહેર કર્યું નથી. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે "અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે મને રૂબરૂ પાર્ટીએ ટિકિટ આપવાની જાણ કરી છે. જિલ્લામાં માત્ર હાલ બે જ જણાને કહ્યું છે. પરંતુ તબક્કાવાર બધાને જાણ કરવામાં આવશે. પાલનપુરમાં કોઈ નારાજગી નથી. ઓફિસિયલી લિસ્ટ પણ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવશે." ઉલ્લેખનિય છે કે અગાઉ માત્ર ડીસાના સંજય દેસાઈની જાહેરાત કરવામાં આવી હતી અને કોંગ્રેસના ધડાધડ 15 રાજીનામાં પડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...