અકસ્માત:દીકરાને મામાના ઘરે મુકી પરત ફરતાં પિતાનું અકસ્માતમાં મોત, યુવક પાલનપુરના ધનિયાણાનો વતની

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેરપુરા નજીક જીપડાલાના ચાલકે બાઇકને ટક્કર મારતાં ધનિયાણાનું યુવાનનું મોત

પાલનપુર તાલુકાના ધનિયાણાનો યુવક તેમના દીકરાને મામાના ઘરે વડગામ તાલુકાના શેરપુરા ગામે મુકીને પરત ફરી રહ્યો હતો. ત્યારે જીપડાલાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતુ. ધનિયાણાના રાજેશભાઇ બાબુભાઇ દેવીપૂજક તેમના દીકરા ચિરાગને તેના મામાના ઘરે વડગામ તાલુકાના શેરપુરા ગામે મુકી બાઇક નં. જીજે. 08. બીઆર. 9926 લઇ ધનિયાણા પરત આવી રહ્યા હતા.

શેરપુરાના પાટીયા પાસે જીપડાલાના ચાલકે પાછળથી બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં રાજેશભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મહેશભાઇ બાબુભાઇ દેવીપૂજકે જીપડાલા ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...