હિટ એન્ડ રન:વાવના ઢીમામાં બાઈક સવાર પિતા-પુત્રીને અજાણ્યા વાહને ટક્કર મારી, પિતાનું મોત; પુત્રી ઘાયલ

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાવના ઢીમાંમાં રોડ પર બાઈક સવાર પિતા પુત્રીને અજાણા વાહન ચાલકે ટક્કર મારતા પિતાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.અજાણ્યા વાહન ચાલકે બાઈક પર સવાર પિતા પુત્રીને ટક્કર મારતા પુત્રી ગંભીર રીતે ઘાયલ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાજુ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે વાવના ઢીમામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. બાઈક પર સવાર પિતા-પુત્રી જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર પિતા-પુત્રી રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પિતાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પુત્રીને સારવાર અર્થે સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...