સન્માન સમારોહ:ડીસામાં ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પૂરો પાડતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અનેક ખેડૂતો પોતાના ખર્ચે ગાયો માટે ઘાસ પૂરૂ પાડી રહ્યા છે

ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલી જી.જી.મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પૂરો પાડતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક ગૌશાળાઓ છે કે જ્યાં અસંખ્ય ગાયો નિર્વાહ કરી રહી છે ત્યારે તેમને જીવનનિર્વાહ ચલાવવા માટે આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જેઓ પોતાના ખર્ચે ગાયો માટે ઘાસ પૂરું પાડી રહ્યા છે.

ઉનાળાના સમયમાં ગાયને સૌથી વધુ ઘાસની જરૂરિયાત હોય છે. જોકે, જિલ્લામાં અસંખ્ય ગાયો હોવાના કારણે તેમનું જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સેવાભાવી ખેડૂતો છે કે તેઓ વર્ષોથી ગૌશાળામાં નિર્વાહ કરી રહેલી ગાયો માટે ઘાસચારો પૂરી પાડી રહ્યા છે.

કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતોએ ગાયો જીવિત રહે તે માટે ઘાસચારો પૂરો પાડયો હતો. ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલી જીજી મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રજનીકાંતભાઈના હસ્તે ગૌશાળામાં ઘાસચારો પૂરો પડતા ખેડૂતો માટે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગાયોને ઘાસચારો પૂરું પાડતાં ખેડૂતો હાજર રહેતા તમામ ખેડૂતોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જુના ડીસા ખાતે આવેલી ગૌશાળામાં જે પણ ખેડૂતોએ ઘાસચારો પૂરો પાડયો હતો એમનો ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આજે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં કિશોર આસનાની, મહેશ ભણસાળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ સહિત મોટી સંખ્યામાં જુનાડીસા ગામના લોકો ઉપસ્થિત રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...