26મીએ જળ આંદોલન:કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા ખેડૂતોએ ગામેગામ બેનરો લગાવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 26મી યોજાનારી મહારેલી પાલનપુર શહેરના માર્ગોને ગુંજવશે

વડગામના જલોત્રા ગામનું કરમાવદ અને મુક્તેશ્વર ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવે તે માટે પાલનપુર અને વડગામના ગામડાઓમાં બેનરો લાગ્યા છે તેમજ આવનારી 26મી એ જળ આંદોલનની મહારેલી વધુ ખેડૂતો જોડાવવા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

વડગામ તાલુકાના કરમાવદ તળાવમાં પાણી નાખવા 125 ગામના 25 હજાર પશુપાલક ખેડૂતો જળ આંદોલનની મહારેલીમાં જોડાવા મૂડમાં દેખાઈ રહ્યા છે જેને લઈ ગામડે ગામડે રાત્રી સભા યોજી રેલીમાં જોડાવા આહવાન કરી રહ્યા છે તેમજ હવે મહારેલીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા જેને લઈ પાલનપુર અને વડગામ વિસ્તારના ગામડાઓમાં મહારેલીમાં જોડાવવા કિસાન સંઘ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારને 25 વર્ષથી પાણી માટે રજુઆત કરી થાકી ચુક્યા છીએ ન છૂટકે અમારે આંદોલન કરવા મજબુર કર્યા છે તેમજ આવનારી 26મીએ જળ આંદોલન માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવવાના છે તેમજ રજુઆત કરશે પાણી તો અમે લઈને જંપીશું.

છાપી-વેસામાં ખેડૂતોની રાત્રી બેઠક યોજાઇ
વડગામ તાલુકાના કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે ચાલતા આંદોલનને સમર્થન આપવા માટે તાલુકામાં ઠેરઠેર ખેડૂતોની રાત્રી બેઠકો યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શુક્રવારે રાત્રે છાપી તેમજ વેસા ગામમાં ખેડુતોની બેઠકો મળી હતી. જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાવવા હાકલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...