પાણી ન મળતા રોષ:વાવના રાઘાનેસડા ગામના ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા સૂકી કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવના રાઘાનેસડા ગામના ખેડૂતોને કેનાલનું પાણી ના મળતા રોષે ભરાયા છે. ચુંટણીના દિવસોમાં ચાર થી પાંચ દિવસ પાણી આપવામાં આવ્યું હતું ત્યાર બાદ પાણી ના મળતા ખેડૂતો નો મહામૂલો પાક મૂર્જાવા લાગ્યો છે શિયાળુ સીઝન પૂરી થવા આવી છતાં પાણી ન મળતા ખેડૂતો એ રોસ ઠાલવ્યો હતો જોકે બે થી ત્રણ દિવસ માં પાણી નહીં મળે તો ખેડૂત ને મોટું નુકસાન પહોંચે તેવું લાગી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના સરદી પંથક વાવના રાધાનેસડા ગામે કેનાલમાં પાણી ના છોડાતા ચૂંટણીના સમયે ગામ લોકોએ ભેગા થઈ ચૂંટણી મતદાન ન કરવા ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતો નો આક્ષેપ છે કે ત્યારબાદ જવાબદાર અધિકારી ગ્રામજનોને સમજાવી અને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું ચૂંટણી ટાણે કેનાલોમાં પાણી આપ્યા બાદ હજુ સુધી રાધાનેસડા માં પાણી ના મળતા જેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક મુરજાઈ રહ્યો છે ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરી છતાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોનો પાકુ માં નુકસાન પહોંચે જેને લઇ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા સૂકી કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માગ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો શિયાળુ વાવેતરને સમયસર પાણી ન મળે તો ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...