26મીએ જળ આંદોલન:કરમાવદ તળાવમાં પાણી નખાવવા ખેડૂતોએ ગામે ગામ રાત્રી સભા યોજી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારેલીમાં મોટી સંખ્યામાં લોકોને જોડવા બેઠકો
  • પાલનપુરના લાલાવાડા ગામે પશુપાલક મહિલાઓની સભા યોજાઈ

વડગામના જલોત્રા ગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે જળ આંદોલનની ગામડે ગામડે રાત્રી સભા યોજી 26મીએ જળ આંદોલનની મહારેલીમાં ઉમટી પડવા આહવાન કરાઈ રહ્યું છે.જ્યાં ગામે ગામે ખેડૂતોનો જળ આંદોલનમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

જલોત્રા ગામના ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા પંથકના પશુપાલક ખેડૂતો નારાજ થઈ હતા. ત્યારબાદ તળાવમાં જઈ કળશમાં માટી લઇ ગામડે ગામડે બેઠક યોજી જળ આંદોલનની મહારેલીમાં ઉમટી પડવા આહવાન કરી રહ્યા છે.

જ્યાં દરેક ગામે સારો આવકાર તેમજ ખેડૂતો આંદોલન જોડાવા જણાવી રહ્યા છે.ત્યારે ગુરુવારે રાત્રે પાલનપુરના લાલાવાડા ગામના ખેડૂતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી જળ અંદોલનમાં ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું હતું.

તેમજ ખેડૂતો આક્રોશમાં આવી જણાવ્યું હતું કે, સરકાર કરમાવાત તળાવમાં પાણી નહીં નાખે તો પંથકના તમામ ખેડૂતો મહારેલી યોજી શક્તિ પ્રદર્શન કરશે છતાં પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં અને પ્રર્દશન જેવા કાર્યક્રમો યોજાશે.શુક્રવારે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલભાઇ આહીર તેમજ મહામંત્રી આર.કે,પટેલએ તળાવની મુલાકાત લીધી હતી.

ખેડૂતોએ મુખ્યમંત્રીને મળીને વ્યથા જણાવી
પાલનપુર તાલુકાના માણકા ગામના ખેડૂત પૂર્વ તાલુકા વિકાસ અધિકારી મહેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતો સાથે મુખ્યમંત્રીને મળી રજુઆત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે,તળાવમાં જે જગ્યાએથી પાણી આપવાનું છે તે એન્જિનિયર સાથે ખાતરી કરી ત્યાંથી પાણી આપી શકાય કે કેમ તેમજ બજેટ અને નાણાકીય ખર્ચ જે થાય તેમાં સહકાર આપ્યો છે તેમજ તળાવમાં પાણી કેટલું આપી શકાય તે એન્જિનિયર સાથે ચર્ચા કરી જણાવશે.

અન્ય સમાચારો પણ છે...