પ્રર્દશન:વડગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવાત તળાવમાં પાણી નાખવા ખેડૂતોએ આંદોલનનું રણશિંગું ફૂ઼ક્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના સેમોદ્રા ગામે રાત્રી સભા યોજાઈ હતી તેમજ સાંસદએ કરમાવત તળાવની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
પાલનપુરના સેમોદ્રા ગામે રાત્રી સભા યોજાઈ હતી તેમજ સાંસદએ કરમાવત તળાવની મુલાકાત લીધી હતી.
  • 26મીએ જળ આંદોલનની મહારેલી યોજાશે જેમાં 125 ગામના 25 હજાર ખેડૂતો હાજર રહેશે

વડગામ તાલુકાના પીલૂચા ચામુંડા માતાજીના મંદિરે બુધવારે મુક્તેશ્વર ડેમ અને કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે જળ આંદોલન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 26મીએ જળ આંદોલનની મહારેલીમાં લોકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં 20 ગામોના ખેડૂતો અગ્રણીઓ હાજર રહી આંદોનનની હાંકલ કરી હતી.

જલોત્રાનું કરમાવતનું તળાવ ભરવા ગામડે ગામડે ખેડૂતો બેઠક યોજી રહ્યા છે.
જલોત્રાનું કરમાવતનું તળાવ ભરવા ગામડે ગામડે ખેડૂતો બેઠક યોજી રહ્યા છે.

વડગામ તાલુકાના જલોત્રા ગામના ખેડૂતો 25 વર્ષથી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણીએ લાવવા અનેક વારે રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા એક સાપ્તાહથી વડગામના 125 ગામડાના ખેડૂતોએ તળાવમાં જઈ કળશમાં માટી લઇ ગામડે ગામડે બેઠક યોજી જળ આંદોલનની મહા રેલીમાં મટે આહવાન કરી રહ્યા છે,જ્યાં દરેક ગામે આવકાર તેમજ ખેડૂતો આંદોલન મૂડમાં જોવા મળી રહ્યા છે,ત્યારે મંગળવારે રાત્રે વડગામ ના પીલુચા ચામુંડા માતાજીના મંદિરે પંથકના 20 ગામોના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વડગામ તાલુકો એટલે ધાન્ધાર પ્રદેશ જેમાં નદી નાળા તળાવ છલકાતા હતા.

પરંતુ વરસાદની અનિયમિતતાના લીધે તાલુકામાં નદી, નાળા, તળાવ, કુવા કોરાધાકોર જોવા મળી રહ્યા છે. ત્યારે તાલુકાના ખેડૂતો ને ખેતી કરવી મુશ્કેલ બની છે તેમજ વડગામ તાલુકા તેમજ પાલનપુર તાલુકા ખેડૂતો દ્વારા મુક્તેશ્વર ડેમ અને કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે જળ આંદોલનની મહારેલીનું આયોજન આગામી 26 મીએ કરવામાં આવ્યું છે.જેમાં 125 ગામોના ખેડૂતો એકઠા થશે અને ત્યા બાદ રેલી યોજી મુક્તેશ્વર ડેમ અને કરમાવાત તળાવમાં પાણી નાખવા માટે શક્તિ પ્રદર્શન કરી સરકાર રજૂઆત કરશે. તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં અને પ્રર્દશન જેવા કાર્યક્રમો યોજાશે.

સેમોદ્રામાં રાત્રી સભા યોજાઈ
પાલનપુરના સેમોદ્રા, પીપળી તેમજ છનિયાણા ગામે ખેડૂતોની રાત્રી સભા યોજાઈ હતી.જેમાં ખેડૂતો દ્વારા કળશ પૂજા કરી 26 મેનાં રોજ યોજાનારી જળ આંદોલન રેલીમાં સમર્થન આપવા માટે 800 ખેડૂતોએ સંકલ્પ લીધા હતા.

સાંસદ કરમાવત તળાવની મુલાકતે
વડગામ તાલુકાના કરમાવત તળાવમાં પાણી નાખવા ગામડે ગામડે સભાઓ થઇ રહી છે ત્યારે ખેડૂતો આંદોલનના મૂડમાં છે ત્યારે બુધવારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલએ કરમાવત તળાવની મુલાકાત લીધી અને સરકારમાં આ બાબતે રજુઆત કરશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...