મતદારો માટે વિશેષ સુવિધા:80 વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19થી પ્રભાવિત મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાવાની છે. જેમાં રાજ્યના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની દરકાર ભારતનું ચૂંટણી પંચ રાખી રહ્યું છે. જે મતદારો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોવાના કારણે મતદાન મથકે જઈ મતદાન કરી શકતા નથી, તેમના માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા દરેક ચૂંટણીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ફરજ પરના કર્મીઓની સાથે-સાથે 80 વર્ષ ઉપરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ મતદાતાઓ અને કોવિડ-19થી પ્રભાવિત અથવા કોવિડ શંકાસ્પદ મતદારો, જેમને મતદાન મથકના સ્થળે જવામાં મુશ્કેલી હોય પણ તેઓ તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે અને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે
જેના ભાગરૂપે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન મથકના બુથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા તેમના વિસ્તારમાં આવા મતદારો માટે અરજીનો નિયત નમૂનો ફોર્મ-12 ડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ફોર્મ-12 ડી મળ્યેથી તેમાં સંપૂર્ણ વિગતો ભરી જરૂરી આધાર પુરાવા સાથે તા.14/11/2022 સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીને મોકલી આપવાના રહેશે. ત્યારબાદ ચકાસણીના અંતે મંજુર થયેલા ફોર્મ-12 ડી વાળા મતદારોને પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવશે. આવા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. તેમ બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...