વિધાનસભા ચૂંટણી 2022:બળવો કરનારા ભાજપના માવજી અને લેબજીની પક્ષમાંથી હકાલપટ્ટી

પાલનપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબજીને 2014 - માવજીને 2017માં ભાજપે ટિકિટ આપી હતી અને હારી ગયા હતા, હવે ટિકિટ ન મળી તો પાર્ટી સામે બગાવત કરીને અપક્ષ ઉભા રહ્યા

જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં ડીસા અને ધાનેરા, બેઠક પર પક્ષની ટીકીટ ન મળતા નારાજ થયેલા લેબજી ઠાકોર અને માવજીભાઈ દેસાઈએ ભાજપ સામે બળવો કરી ધાનેરા અને ડીસા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ આ બનેં બળવાખોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દઈ ભાજપના કાર્યકરોને શિસ્ત અને અનુશાસનમાં રહેવાનો અણસાર આપી દીધો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપમાંથી ટીકીટ ન મળવા તેમજ ટીકીટ કપાવવાને લઈ નારાજ થયેલા અનેક નેતાઓ અને આગેવાનો ભાજપ સામે બળવો કરી વિવિધ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવતા પ્રદેશ ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવુતિ કરનારા રાજ્યના બાર બળવા ખોરને પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા બેઠક પર બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર લેબજી ઠાકોર ને ભાજપ એ ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

જ્યારે ધાનેરા બેઠક પર ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનાર માવજી દેસાઈ ને પણ 2017માં નથાભાઈ સામે ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેઓ પણ હારી ગયા હતા. જોકે આ બંને ઉમેદવારોએ માટે એડી ચોટીનો જોર લગાવ્યું હતું પરંતુ ભાજપ એ છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલી દેતા ભાજપના જ હોદ્દેદારોએ ભાજપ સામે બાયો ચડાવીને ઉમેદવારી નોંધાવી દેતા ભાજપને જ નુકસાન કરવાની પેરવી કરી છે જેના લીધે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે " ભાજપ પાર્ટી અનુશાસનમાં રહેવાવાળી પાર્ટી છે અને કોઈપણ આગેવાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ પાર્ટી દ્વારા સખત પગલા ભરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુચના સાથે સંદેશ આપ્યો છે."

ધાનેરામાં બંને મુખ્ય પાર્ટીઓએ ચૌધરી સમાજને ઉતારતા માવજી દેસાઈ ઈતર સમાજ પડખે
એક સમયે શંકરભાઈ ચૌધરીની નજીક મનાતા અને બાદમાં શંકરભાઈના રાજકીય હરીફ ગણાતા માવજી દેસાઈ ડીસા માર્કેટ યાર્ડમાં વર્ષોથી ચેરમેન પદે આરૂઢ છે. રીયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા માવજી દેસાઈએ થોડા દિવસો અગાઉ ઇતર સમાજની લાગણીનો સ્વીકાર કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ઉ. ગુ.ના આ નેતા સામે પણ કાર્યવાહી
અરવલ્લી બાયડ, ધવલસિંહ ઝાલા
મહેસાણા, ખેરાલુ, રામસિંહ ઠાકોર

અન્ય સમાચારો પણ છે...