ડીસાના સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી મળી આવેલ સગર્ભા 15 વર્ષની કિશોરી અને તેની માતાને પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. જ્યાંથી સગીરાને ગુરુવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ માટે ખસેડવામાં આવી હતી. જ્યારે પોલીસે તેની માતાના નિવેદનના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.બીજી બાજુ લોકોનો રોષ ભભુકી ઊઠ્યો છે.
ડીસા ઉત્તર પોલીસ દ્વારા સગર્ભા સગીરાની માતાના નિવેદનના આધારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસના અંતે જ સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમ ખુલ્લો પડશે અને તેની સામે ગુનો નોંધી કડકમાં કડક સજા થશે. દરમિયાન બોલી ન સકતી સગીરાને ઉપાડી જઇ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ત્વરિત ઝડપી ફાંસીની સજા થાય તેવો જિલ્લાવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સગીરાને ભય હોય તેવું લાગી રહ્યું છે
સખી વન સ્ટોપ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું કે, સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે તેની માતા સખી વન સ્ટોપ સેન્ટરમાં છે. તેની પૂછપરછ કરી ત્યારે સગીરા વારંવાર તેની માતાના મોઢા સામે જુએ છે જાણે કે તેની માતાનો ભય હોય તેવું જણાઈ રહ્યું છે.
તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે સુચના
સગીરાનું અપહરણ કરી તેણીની ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવામાં આવી છે.નરાધમને કદાપી છોડાશે નહીં. ઘટના પ્રકાશમાં આવ્યે પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં જેની સામે હજુ સુધી ફરિયાદ ન થતાં તાત્કાલિક ફરિયાદ નોંધાવવા તંત્રને સૂચના અપાઈછે. - ડો. રાજુલબેન દેસાઈ ( સદસ્યા, મહિલા આયોગ)
તપાસ ચાલુ છે પછી ફરિયાદ નોંધાશે
સગીરાની માતાનું નિવેદન લઇ કેસની તપાસ શરૂ કરી છે. હવે ફરિયાદ નોંધવામાં આવશે. - એસ. એમ. પટણી ( ઇનચાર્જ પીઆઇ, ડીસા ઉત્તર પોલીસ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.