પૂર્વ MLAની ઘર વાપસી:દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે ખાનગી કોલ્ડ સ્ટોરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજયેલી ભાજપની જાહેર સભામાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપમાં ઘર વાપસી કરી હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે અનિલ માળીએ કેસરીયો ધારણ કરી લીધો હતો. ગઈકાલે જ પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

વર્ષ 2017 માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા
વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે વચ્ચે હવે અનેક રાજકીય પક્ષોના દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરના કોટડા ખાતે આવેલા આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની જંગી જાહેર સભાં યોજાઈ હતી. જે જાહેર સભાને સંબોધવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા. સભાં દરમિયાન વર્ષ 2017 માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ફરી કેસરિયો ધારણ કર્યો છે. અનિલ માળી સાથે અનેક આગેવાનો વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી લેતા સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...