આવતીકાલે લોકાર્પણ:પાલનપુર અને ડીસા UGVCL ખાતે નવ નિર્મિત કચેરી લોકાર્પણ આવતીકાલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ કરશે

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા પાલનપુર વર્તુળ કચેરી સંકલ્પબદ્ધ

11 મે 2022ના રોજ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં કૃષિ અને ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. 164.32 લાખ ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- 1 અને 2, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. 486.13 લાખના ખર્ચે તૈયાર થઇ છે બનાસકાંઠા જિલ્લો રાજ્યની ઉત્તર સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ- 1237 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા 175 સબ સ્ટેશનમાંથી કુલ 1989 ફીડરો દ્વારા અને 1,35,619 ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- 9,37,589 જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 1,54,462 જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો 80 ટકા હિસ્સો ધરાવે છે.

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ- 2021-22 દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં 7,070 નવિન ખેતી વિષયક વીજ જોડાણો રૂ. 12,793 લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં 6,489 નવિન ખેતીવાડી વીજ જોડાણો રૂ. 11,484 લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. “સરદાર કૃષિ જ્યોતિ યોજના” અન્વયે ખેડૂતોને સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવાના હેતુ માટે કૃષિ વિષયક ફીડરોના જુના જર્જરિત વીજ વાયરોને અને આનુસંગિક માલસામાન બદલવાની કૃષિ વિષયક ફીડરોના વિભાજનની કામગીરી માટે વર્ષ- 2020-21માં રૂ. 95.15 લાખના ખર્ચે 144 કિ.મી. વીજવાયર બદલાવી વિવિધ ખેતીવાડી ફીડરોના સુદ્રઢીકરણની કામગીરી કરવામાં આવી છે.

વર્ષ-2020-22 દરમ્યાન લોડ વધારાને ધ્યાનમાં લઈને સરકારની વિવિધ યોજના હેઠળ પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં કુલ-101 ફીડરોનું અંદાજીત રૂ. 1,082 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-2021-22 દરમ્યાન કુલ-100 ફીડરોનું વિભાજન અંદાજીત રૂ. 1,066 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફ્ટિંગ યોજના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણ રૂપ હયાત વીજવિતરણ રેષાઓ અને સંલગ્ન વીજમાળખાનું શિફ્ટિંગ રિપ્લેસમેન્ટ કરવામાં આવેલ છે. જે અન્વયે વર્ષ-2021-22 દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારમાં કુલ રૂ. 284.67 લાખના ખર્ચે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ઉપર અડચણરૂપ વીજમાળખાઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠામાં કુલ રૂ. 272 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

“સૂર્ય ગુજરાત- સોલાર રૂફટોપ યોજના” અન્વયે વર્ષ 2021-22 દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં કુલ- 2,720 સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠામાં અંદાજે 1,840 વીજગ્રાહકો દ્વારા સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. “પી.એમ. કુસુમ યોજના” અન્વયે ખેડૂતો સૌર ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી 5 હોર્સ પાવર, 7.5 હોર્સ પાવર તેમજ 10 હોર્સ પાવરના પોતાના પંપસેટ ચલાવી શકે તે હેતુથી સરકારની પી.એમ. કુસુમ યોજના કોમ્પોનેટ-બી અન્વયે પાલનપુર વર્તુળ કચેરી હેઠળ 39 અરજદારોને ઓફ ગ્રીડ સોલાર વોટર પંપસેટ આપવામાં આવેલ છે.

“સૂર્ય શક્તિ કિસાન યોજના” અન્વયે રાજ્યના ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્ય ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી જરૂરિયાત મુજબ વપરાશ કર્યા બાદ બાકીની વીજળી વીજવિતરણ કંપનીઓને વેચીને વધારે આવક ઉભી કરી શકે છે. જેમાં પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારના 5 ફીડરો કાર્યાન્વિત કરીને 143 ખેતીવાડી વીજગ્રાહકોને લાભ આપવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 2 ફીડરો કાર્યાન્વિત કરી 75 ખેતીવાડી વીજગ્રાહકોને લાભ આપવામાં આવ્યો છે. “અનુસૂચિત જાતિ પેટા યોજના” અન્વયે સરકાર તરફથી ખાસ અંગભૂત પેટા યોજના હેઠળ મળતી ગ્રાન્ટ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને કુલ 1,355 વીજ જોડાણો રૂ. 70 લાખના ખર્ચે વર્ષ-2021-22 દરમ્યાન આપવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠામાં કુલ 1,170 વીજજોડાણ રૂ. 60 લાખના ખર્ચે આપવામાં આવ્યા છે.

કુટીર જ્યોતિ યોજના” હેઠળ રાજ્ય સરકાર તરફથી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓના ઘરોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. જે માટે વર્ષ 2021-22 દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ- 1,151 વીજજોડાણો રૂ. 62.58 લાખના ખર્ચે આપવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે સાથે સાથે વિકટ સમયમાં આવેલ વિનાશક પૂર વખતે વીજ-વિતરણ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે આપેલ મહત્વનું યોગદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...