આપઘાત નિવારણ દિવસ:આપઘાત કરી જીવન ટૂકાવવું દુ:ખદ પ્રશ્નોનું નિવારણ નથી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદના પોલીસ પરિવાર જેવો પ્રશ્ન સતાવતો હોય તો પરિવાર મિત્રમાં શેર કરો

આપઘાત કરી જીવન ટૂંકાવવું એ જીવનના દુ:ખદ પ્રશ્નનો ઉકેલ તો નથી જ. આવા સમયે પોતાનો, પોતાના પરિવારજનો, સંતાનોનું પાછળથી શું થશે તેનો વિચાર કરવો જોઇએ. અમદાવાદના પોલીસ પરિવારે પોતાના અંગત પ્રશ્નને કારણે આપઘાત કર્યો જો તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય તો ખાસ મિત્રો સાથે ચર્ચા કરી તેનું સમાધાન લાવવા માટે પ્રયત્નો કરવા જોઇએ. તેમ આપઘાત નિવારણ દિવસને લઇ બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર જીનલબેન પરમાર તેમજ પાલનપુરની આત્મહત્યાને કહો ના હેલ્પલાઇનના કાઉન્સેલર જયેશભાઇ સોનીએ યુવાપેઢીને સંદેશો આપતાં જણાવ્યું હતું.

જો તમને મનમાં આપઘાતના વિચાર આવતા હોય તો તમે મહિલા હેલ્પલાઇન 181 ઉપરાંત 9824932506, 9825025687, 8401691995, 720380935, 8758600551, 7567365308, 9427986185, 942640394, 9426037367, 9687275110, 9898844943, 9998579515, 7984229492 નંબરો ડાયલ કરી માર્ગદર્શન મેળવી શકો છો.

બનાસકાંઠામાં છ વર્ષ અગાઉ 181 અભિયમની શરૂઆત કરવામાં આવી તેના બીજા જ દિવસે એક મહિલા પરિવારના ત્રાસથી પોતાના બાળકને લઇ આપઘાત કરવા માટે જઇ રહી હતી. તેને બચાવી લેવામાં આવી હતી. તે પછી ઘણીબધી મહિલાઓને સાચી સલાહ આપી અંતિમ પગલું ભરતાં બચાવવામાં આવી છે.

જેમાં ડીસાની એક મહિલા પાસેથી ચાર સંતાનો છીનવી લઇ પતિએ કપાઇ મરવાનું કહેતા પરિણીતા ગોઢા રેલવે ફાટકે મરવા માટે પહોચી હતી. જેને ટીમે સમયસર પહોચી બચાવી હતી. દિયોદરની એક યુવતી પ્રેમ પ્રકરણમાં નર્મદા કેનાલમાં ઝંપલાવે એ પહેલા બચાવી લેવાઇ હતી. પાલનપુરમાં માતા- પિતાએ ઠપકો આપતાં આપઘાત કરવા નીકળેલી યુવતીને બચાવી લેવાઇ હતી.

આત્મહત્યાને કહો ના
હેલ્પલાઇન સંસ્થામાં અત્યાર સુધીમાં આપઘાતનો વિચાર આવતા 200 લોકોએ ફોન કરી માર્ગદર્શન માંગ્યું હતું. જે પૈકી 20 જણને આપઘાત કરતા બચાવી લેવાયા હતા. જેમાં દાંતાના એજન્ટના ઘરે લોકો ઉઘરાણીએ આવતાં 60 વર્ષના વૃધ્ધે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. પાલનપુરમાં પિતાએ અપાવેલો મોઘો ફોન બગડી જતાં પિતા મારશે તેવી બીકથી યુવક આપઘાત કરવા માટે જતો હતો. જેને તેના માતા- પિતા સાથે સફળ કાઉન્સિંગ કરી આપઘાત કરતાં બચાવી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...