રજૂઆત:ડીસાના વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની માંગણીઓ ન સંતોષતા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક સરકાર તેમની માગણીઓ પૂરી કરે તેવું આવેદનપત્ર ટીડીઓને આપ્યું

ડીસા તાલુકાના વી.સી.ઇ મંડળના કર્મચારીઓ સરકાર પાસે પોતાની વિવિધ માંગણીઓને લઈ વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમની માગણીઓ ન સંતોષાતા આજે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં કાર્યક્રમને લઇ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ડીસા તાલુકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓની માંગણી સંતોષવામાં આવતા વી.સી.ઇ મંડળના કર્મચારીઓ ધરણા કાર્યક્રમ બાદ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આગામી સમયમાં યોજાનાર સરકાર વિરોધી ધરણા કાર્યક્રમને લઇ ડીસા તાલુકાના વીસીઇના કર્મચારીઓએ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક સરકાર તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...