ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ પાણીમાં ગરકાવ:ડીસામાં ભારે વરસાદના પગલે એલિવેટેડ બ્રિજમાં એક ફૂટ જેટલું પાણી ભરાયું, એક તરફનો વાહનવ્યવહાર બંધ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • બ્રિજ પરથી વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દિયોદરમા 190 MM તેમજ ડીસા અને અમીરગઢમાં 120 MM વરસાદ નોંધાયો છે. ડીસામાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ડીસામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબા એલિવેટેડ બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. બ્રિજ પર એક ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દિયોદરમાં 8 ઇંચ જ્યારે ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે 50 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેના કારણે દુકાન માલિકોએ મોટું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પણ પાણી ભરાયા હતા. બ્રિજ પર એક ફૂટ જેટલું પાણી ભરાઈ જતા એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.જેને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વાહન ચાલકોને ભારે હાલાકી
ડીસામાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બ્રીજ પર એક ફૂટ જેટલું પાણી ભરાયું છે. બ્રિજ પર પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાયું હતું. જેને પગલે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...