પાલિકા પ્રમુખની ચૂંટણી:પાલનપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી, ભાજપના ઉમેદવાર કિરણબેન રાવલનો વિજય

બનાસકાંઠા (પાલનપુર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર નગર પાલિકના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખપદે ભાજપના કિરણબેન રાવલ બહુમતિએ ચૂંટાઈ આવ્યા હતા. પાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ પદે કિરણબેન રાવલને ભાજપે પર હતા. જેમાં કિરણબેન રાવલ પાલનપુર વોર્ડ નંબર છ માસથી ચૂંટાઈ આવ્યા છે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગરપાલિકાની પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી.

પાલનપુર નગરપાલિકામાં સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલનું રાજીનામું આપી દીધું હતું. જેથી આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર અંકિતાબેન ઠાકોરને 12 વોટ જ્યારે ભાજપના પ્રમુખપદના ઉમેદવાર કિરણબેન રાવલને 32 વોટ મળ્યા હતા. જેથી પ્રમુખપદે કિરણ બેન રાવલ બહુમતિએ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે પ્રમુખ કિરણબેન રાવલે પોતાનામાં વિશ્વાસ મુકવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...