બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી:બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી 24મી મેના યોજાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકના ચેરમેન અણદાભાઈ પટેલે પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું

બનાસકાંઠા જિલ્લાના સહકારી બેંક બનાસકાંઠા ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે બનાસકાંઠા ચેરમેન અણદાભાઇ પટેલે 1 એપ્રિલના પક્ષનાં આદેશથી ખુબજ ટૂંકા ગાળામા વિવાદો વચ્ચે રાજીનામુ આપી દીધું હતું. જે બાદ ચેરમેન ખાલી પડેલી જગ્યાએ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જોકે, હવે બનાસ બેંકના ચેરમેનપદે માટેની ચૂંટણી આગામી 24મી મેંના થશે.

સરહદી બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે બનાસ બેંકના હુલામણા નામથી ઓળખાય છે. જે બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ ગત તા.1 એપ્રિલના રોજ પક્ષના આદેશથી ખૂબજ ટૂંકા ગાળામાં વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હતું. જે બાદ ચેરમેનની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો.

આ દરમિયાન, બનાસ બેંકના ચેરમેનપદ માટેની ચૂંટણી આગામી 24મી મેના રોજ પાલનપુર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાશે. ભાજપ જેને મેન્ડેટ આપશે તે ચેરમેન બનશે.

અન્ય સમાચારો પણ છે...