કાંકરેજ બેઠકનો ચૂંટણી જંગ:કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરના સમર્થનમાં મોટાભાઈ જગદીશ ઠાકોરે ચૂંટણી સભા સંબોધી

બનાસકાંઠા (પાલનપુર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરનેં જીતાડવા અપીલ કરી.

વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સીટો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે અને ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કિર્તીસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને તે બાદ બાઈક રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા અને મંત્રી કિર્તીસિંહ વાઘેલાના ગઢમાં જ જનસભા સંબોધી હતી. સભામાં પહોંચેલી જનમેદનીને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસે કરેલા કામો પણ ગણાવ્યા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજથી તેમના નાના ભાઈ અમૃત ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી છૅ.

.

અન્ય સમાચારો પણ છે...