પાલનપુર પંચરત્નમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા, મોબાઇલ તેમજ બે વાહનો મળી કુલ રૂપિયા 53610 નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આ મામલે પોલીસે આગળની તપાસ શાથ ધરી છે.
પાલનપુર પૂર્વ પોલીસ મથકને પંચરત્ન કોમ્પલેક્ષ છાપો માર્યો હતો જ્યાં જુગાર રમતા પાલનપુર તાલુકાના ગોળાના પ્રકાશભાઈ ઈશ્વરભાઈ પરમાર, મનુભાઈ અમરાભાઇ પરમાર, સદરપુરના નિતેશકુમાર ધનરાજભાઈ ચૌધરી, ભરતજી સોનાજી ઠાકોર, ચડોતરના સુરેશભાઈ કાળુભાઇ ચૌહાણ, પાલનપુરના કાંતિભાઈ બાજુજી ઠાકોર, પાલનપુર લક્ષ્મીપુરા ના અશોકભાઈ હરચંદભાઈ ઠાકોર અને તાજપુરા ઢુંઢીયાવાડીના દીનેશભાઈ નાનજીભાઈ ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ 3110, રૂ. 15500ના મોબાઈલ 3, રૂ. 35,000 ના મોપેડ નંગ-૨ મળી કુલ રૂ. 53610 ના મુદ્દામાલ કબજે લઇ તમામ અને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.