બનાસકાંઠામાં લંપી વાયરસ વકર્યો:9 તાલુકાના 165 ગામોમાં વાયરસની અસર, આજે 324 પશુઓ ઝપેટમાં આવ્યા, 8ના મોત

બનાસકાંઠા (પાલનપુર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી 33 પશુઓના મોત નિપજ્યા

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 324 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 8 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 165 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

9 તાલુકામા 165 ગામમાં 1934 પશુઓને અસર
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 324 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 8 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 165 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ કેસ સામે આવ્યા છે. કુલ 1934 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 33 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને સર્વેની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...