વાવના માવસરી કસ્ટમ રોડ ઉપર આવેલા કુંડળીયા ફળિયા ચાર રસ્તા પાસે એક ઈકો ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દોડી પહોંચી ગાડીમાં લાગેલી આગને પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું છે.
સદનસીબે જાનહાનિ ટળી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વાવના માવસરી કસ્ટમ રોડ ઉપર કુંડળીયા ચાર રસ્તા પાસે અચાનક ઇકો આગ લાગીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ચાલુ ગાડીમાં અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવરે ગાડી રોડની સાઇડમાં લઈ ગાડીમાંથી ઉતરતા જ જોતજોતામાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકો દોડી પહોંચી ઇકો ગાડીમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, ગાડીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકોએ પાણીનું ટેન્કર લાવી પાણીનો મારો ચલાવી ગાડીમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ત્યાર સુધી ઈકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.