અકસ્માત:અમીરગઢ-ધનપુરા પાટિયા પાસે નેશનલ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું

અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે પર ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે લોકોને ઇજાઓ પહોંચતા 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે ડીસા બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આજે અમીરગઢ તાલુકાના ધનપુરા પાટિયા નજીક નેશનલ હાઈવે ઉપર ઈકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સામે આવ્યા હતા. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને 108 દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...