કાર્યવાહી:પાલનપુર સીમલા ગેટ નજીક એક્ટિવાને ઇકો ચાલકે અથડાવી મારી નાખવાની ધમકી આપી

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવા ચાલકે ભક્તોની લીમડાના ત્રણ શખ્સ સામે ગુનો નોંધાવ્યો

પાલનપુરમાં શનિવારે સિમલા ગેટ નજીક એક્ટિવાને ઇકો ચાલકે અથડાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા એક્ટિવા ચાલકે પાલનપુર ભક્તોની લીમડી વિસ્તારમાં રહેતા ઇકો ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધાવ્યો હતો.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં હરિપુરા વિસ્તારમાં રહેતા હરેશભાઇ છગનભાઈ ઠાકોર શુક્રવારે તેમના મિત્ર હાર્દિક ઉર્ફે કાળું સાથે પોતાની એક્ટિવા લઈને ગઠામણ દરવાજા પાસે પેટ્રોલ પુરાવા આવતા હતા.દરમિયાન સીમલાગેટ તરફથી ઇકો ગાડીના ચાલકે પુર ઝડપે અને ગલ્ફતભરી ઇકો હંકારી એક્ટિવાને વચ્ચેના ભાગે અથડાવતા એક્ટિવા સવાર બને યુવકો નીચે પડી ગયા જેથી બને યુવકો ઇકો ચાલકને ઠપકો આપવા જતા ઇકો ચાલક સહિત અન્ય બે શખ્સો યુવકોને ઝગડો કરી ગડદાપાટુનો માર મારી અપશબ્દો બોલતા તેમજ કહેવા લાગ્યા કે , ગાડી અડી ગયેલ તેમાં શુ થઈ ગયું તેમ કહી જતા જતા કહેવા લાગ્યા કે, આજે તો બધા માણસો વચ્ચે આવી જતા બચી ગયા છો પરંતુ ફરીથી મળશો ત્યારે લાગ આવે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા એક્ટિવા ચાલક હરેશભાઇ ઠાકોરે ઇકો ચાલક સહિત અન્ય બે શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો.

પૂર્વ પોલીસે મહંમદશાહીલ અજીમભાઈ શેખ, સલીમખાન અસરફખાન પઠાણ અને રમઝાન રહીમભાઈ સલાટ (ત્રણેય રહે.ભક્તોની લીમડી, પાલનપુર) સામે ગુનો નોંધાયો હતો. આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવે પોલીસે ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...