ઇકોમાં આગ:પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઇકો ગાડીમાં આગ ભભૂકી, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો

બનાસકાંઠા (પાલનપુર)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક ઇકો ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અચાનક ગાડીમાં આગ લાગતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાલનપુર ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સદનસીબે જાનહાનિ ટળી
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ગાડીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર એરોમા સર્કલ નજીક એક ઈકો ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. અચાનક ઈકો ગાડીમાં આગ લાગતા હાઇવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ઇકો ગાડીમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...