બનાસની ધરા ધ્રુજી:પાલનપુરમાં આજે 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર આમ તેમ દોડવા લાગ્યાં

બનાસકાંઠા (પાલનપુર)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાલનપુરની ધરા ધ્રુજી હતી. ભૂકંપના આંચકાને લઈને લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા. આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડર જોવા મળ્યો હતો. પાલનપુર નજીક ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. જિલ્લામાં નુકસાનના સમાચાર સામે આવ્યાં નથી.
પાલનપુર નજીક ભૂકંપનું એ.પી. સેન્ટર
બનાસકાંઠાના પાલનપુર સહિતના આજુબાજુના વિસ્તારની ધરા આજે ધ્રુજી હતી. રિક્ટર સ્કેેલ પર 2.0ની તિવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો આવતા લોકો આમ તેમ દોડવા લાગ્યા હતા અને અફરાતફરી મચી હતી. જોકે, હજુ સુધી કોઈ જાન હાનિના સમાચાર સામે આવ્યાં નથી. ભૂકંપનું એ.પી, સેન્ટર પાલનપુર નજીક નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ 11 નવેમ્બર 2021ના રોજ પાલનપુરથી 136 કિલોમીટર દૂર રાજસ્થાન તરફ 4.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જે બાદ આજે ફરી પાલનપુર સહીત મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
કચ્છમાં આવેલા ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉમાં હતા. આ ભૂકંપ સૌથી ભયાનક ભૂકંપમાનો એક હતો. જેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 10 લાખ જેટલા લોકો બેઘર બની ગયા હતા. શહેરોમાં અને ગામડાઓમાં મોટા પાયે નુકસાન થયો હતો. ભૂકંપના આટલા વર્ષો બાદ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા આવવાનો શીલશીલો સતત ચાલુ જ છે. ત્યારે આજે બનાસકાંઠામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ડર ફેલાયો હતો. લોકો ઘરની બહાર આમતેમ દોડવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...