• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Dust Flying On Palanpur Abu Highway Is Bothering The Motorists, People Demand That Dust Should Be Removed From The Road And Sprinkled With Water

વાહનચાલકો પરેશાન:પાલનપુર-આબુ હાઇવે પર ધૂળ ઉડતા વાહનચાલકો પરેશાન, રસ્તા પરથી ધૂળ ખસેડી પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી લોક માંગ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર આબુ હાઇવે પર જ્યાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેની બંને બાજુના રસ્તા પર ધુળ પડેલી છે. જેને લઈને ટુ વિલર ચાલકોને ત્યાંથી નીકળવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ અકસ્માત નો ભય સતાવી રહ્યો છે જેથી આ ધૂળને રસ્તાની બાજુએ ખસેડવા માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર આબુ હાઇવે પર જુના આરટીઓ નજીક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જ્યાં રસ્તાની વચ્ચે ઓવરબ્રિજનું કામ ચાલે છે તેની બંને બાજુના રસ્તા પર થી ભારે વાહનો તેમજ નાના વાહનો પસાર થતા હોય છે.જેને લઈને પસાર થતા આ ભારે વાહનો અને ફોરવીલને કારણે તેમની પાછળ નીકળતા ટુ-વ્હીલર ચાલકોને આંખોમાં ધૂળ ઉડે છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેથી ધૂળને રસ્તાની બાજુએ કરી બંને બાજુ પાણીના છંટકાવ કરવામાં આવે તો સમસ્યાનો હલ થાય તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...