પાલનપુર તાલુકાના કરજોડાથી સુરજપુરા વચ્ચે મંગળવારે રાત્રે બાઇક સ્લિપ થતાં પાલનપુરના યુવકનું મોત થયું હતુ. જે તેની સાસરીમાંથી પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.પાલનપુરની ઝમઝમ સોસાયટીમાં રહેતા મહંમદજુબેર ઉર્ફે મુન્નો યાસીનભાઇ શેખ તેમનું બાઇક નં. જીજે. 08. સીક્યુ. 6264 લઇને મંગળવારે સાંજે તેમની સાસરી ઇકબાલગઢ ગામે ગયા હતા.
દરમિયાન રાત્રે કરજોડાથી સુરજપુરા વચ્ચે બાઇક સ્લિપ થઇ ગયું હતુ. જેમાં મહંમદજુબેરને ગંભીર ઇજાઓ થતાં 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ખેરમહંમદ ડોશમહંમદ શેખે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.