સહાય ચુકવવા માંગ:બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં દાનની આવક ઘટી, સરકારે જાહેરાત કરેલી સહાય ચુકવવા માંગ

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી, પરંતુ હજુ મળી નથી
  • ગૌશાળાને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળામાં પશુઓની હાલત કફોડી બને તેવી સ્થિતિ સર્જાવાની શકયતાઓ છે. સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત તો કરી હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી ન કરાતા ગૌશાળાને તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં રખડતા બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80 હજાર જેટલા પશુઓ ને સાર સંભાળ થાય છે. આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી, પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે. તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે. તો બીજી તરફ અત્યારે ઉનાળાની સિઝનમાં ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે. અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ માંડ વ્યવસ્થા કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર જાહેરાત કરેલી સહાય ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ને તાત્કાલિક ચૂકવે તેવી સંચાલકો માંગ કરી રહ્યા છે.

આ અંગે પાંજરાપોળ સંચાલક જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની અંદર 170 કરતા વધુ ગૌ શાળા પાંજરાપોળ આવેલી છે. જેમાં 80 હજારથી વધુ ગૌ વંશ સહીતના પાસુધન આશ્રીત છે. ઉનાળા કપરા સમયની અંદર ઘાસ ચારાની ભારે તંગી હતી. દાનવીરોના દાનની પણ આવક નતી. તેવામાં સરકારને રજૂઆત કરતા 500 કરોડની માર્ચ મહિનામાં જોગવાઈ કરી છે. જે બજેટમાં પણ તે જાહેરાત કર્યાને આજે 70 દિવસ વધુ સમય થયો છે. સરકાર તરફથી હજુ સહાય નથી મળી નથી. સરકારીની મોટી મોટી જાહેરો પછી દાન પણ નથી મળી રહ્યું. સરકારને વિનંતી છે કે તાત્કાલિક જે તમે જાહેરાત કરી છે તે પૈસા અમને ચૂકવી આપો. જો આવું કરવામાં વિલંબ થશે તો આવનારા સમયમાં ખુબ મોટી પરિસ્થિતિ વિકટ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...